નસવાડી: જિલ્લામાં સારા વરસાદના કારણે બંધ પડેલા બોર જાતે જ ઉભરાવવા માંડ્યા, જુઓ કુદરતી પાણી? #MONSOON
છોટાઉદેપુર જિલ્લા માં સારા વરસાદ ના કારણે બંધ પડેલા બોર જાતે જ ઉભરાવવા માંડ્યા છે. ધનીયાઉમરવા ગામે બોર માંથી કુદરતી રીતે પાણી ઝરણા ની માફક વહી રહ્યું છે. આ બોર ની મોટર બંધ છે પરંતુ કુદરતી રીતે પાણી બોર માંથી બહાર આવી રહ્યું છે. નસવાડી તાલુકાના ધનીયા ઉમરવા ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડમાં ગ્રામ પંચાયત દ્વારા વોટરવર્ક્સ નો બોર કરવામાં આવ્યો હતો. આ બોર માં ઉનાળો આવતા આ બોર માં પાણી સુકાઈ જાય છે.