થરાદ: થરાદના વડતાઉ પાસે ભરતમાળા રોડ પરથી.12.99 લાખના અફીણ-હેરોઈનના જથ્થા સાથે બે જડપાયા
થરાદ પોલીસે વાંતડાઉની સીમમાં ભારતમાલા રોડ પરથી 12.99 લાખથી વધુના માદક પદાર્થ અફીણ અને હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડી ને રોકવામાં આવી હતી.ગાડીની તપાસ કરતા તેમાં બે ઈસમો બેઠેલા હતા અને તેમના કબજામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર FSL અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાવતા તે પદાર્થ અફીણ) અને હેરોઈન મોરફીન હોવાનું સામે આવ્યું હતું