આણંદ શહેર: બોરસદ બસ ડેપોથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત બોરસદ બસ સ્ટેશન ખાતે થી આજુબાજુના પરિસરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરીને જનતાને સ્વચ્છતા અંગેનો સંદેશ આપ્યો હતો. તેમણે સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને સહભાગી બનવા અપીલ કરી હતી અને સ્વચ્છતા ને જીવનનો ભાગ બનાવવા પણ જણાવ્યું હતું.