પલસાણા: પલસાણા પોલીસ મથકમાં વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને વનેસાથી LCB એ ઝડપી લીધો
Palsana, Surat | Oct 28, 2025 પલસાણા પોલીસ સ્ટેશનના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી શ્યામસિંહ ત્રિલોકસિંહ રાજપુત રહે. ૩૪૮, અસ્તાન જીન અસ્તાન ગામ, બારડોલી નો વણેસા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 રોડ ઉપર ઉભેલ છે જેણે શરીરે સફેદ કલરની ગોળ ગળાની અડધી બાંયની ટી શર્ટ તથા ગ્રીન કલરનુ પેન્ટ પહેરેલ છે. જે હકિકતના આધારે તાત્કાલિક વણેસા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 રોડ ઉપર જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળો ઇસમ હાજર મળી આવતા ઇસમને ઝડપી પાડયો.