પાટણ શહેરના એક નિવૃત્ત સરકારી શિક્ષક સાથે સાયબર ગઠિયાઓએ બાળ અંગોની લે-વેચ અને કાળા નાણાંની હેરફેરના ખોટા બહાના હેઠળ રૂ. 44 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદી વીરાભાઈ ઈશ્વરભાઈ પરષોતમદાસ પટેલ (રહે. સિદ્ધહેમ નગર સોસાયટી, પાટણ) સેવા નિવૃત્ત સરકારી શિક્ષક છે.તેમને વિદેશી મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો.અને ત્યારબાદ ભોગ બનનારે 44 લાખ રૂ ખાતામાં નખાવી દીધા હતા