પલસાણા: કડોદરા GIDC વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં બે ટીમ કામે લાગી, દરમિયાન અનેક કેસો નોંધાયા.
Palsana, Surat | Sep 20, 2025 ધાર્મિક તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના નહી બને અને સુલેહ શાંતિનો ભંગ નહી થાય તેમજ લોકો તહેવારો ઉત્સાહ અને આનંદથી ઉજવણી કરી શકે તેની સલામતીના ભાગ રૂપે ઉપલા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને કડોદરા પોલીસ મથકના સ્ટાફ સાથે 25_25 જવાનોની બે અલગ અલગ ટીમો બનાવી ઔધોગિક એકમો ધરાવતા વિસ્તારોમાં વાહન ચેકીંગ, ફૂટ પેટ્રોલિંગ, અને નાઇટ કોમ્બિંગ કરાયું