મહુવા: વાઘવદરડા ગામે મેઘરાજાની ધીમી ધારે પધરામણી, વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાઘવદરડા ગામે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. વરસાદ શરૂ થતાં ખેતરોમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણમાં પણ સુખદ બદલાવ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને આગામી વાવણીની તૈયારીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધીમી ગતિએ વરસેલા વરસાદથી ખે