જૂનાગઢ: સાંપ્રત એડયુકેશન ચેરીટેબલ સંસ્થામાં 50 કિલ્લો પાવર સોલારનું ઉદ્ઘાટન
સાંપ્રત એડયુકેશન ચેરીટેબલ સંસ્થામાં શ્રી રાજ્સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી જયસુખભાઇ મહેતાના અનુદાનથી સંસ્થામાં ૫૦ કિલ્લોનું પાવર સોલાર લગાડવામાં આવેલ. જેમાં આજે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઇશ્રી ના હસ્તે સોલારનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેથી સંસ્થાને વિઝ ભાર ઘણો જ ઓછો થઈ જશે.