લીંબડી શહેર આમ આદમી પાર્ટી ના પ્રમુખ અનિલ ભાઈ સિંગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી દુષિત આવતુ હોવાની ફરિયાદો વ્યાપક બની છે. લીંબડી શહેરમાં પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઇન્દોર અને ગાંધીનગર બાદ હવે લીંબડી શહેરમાં દુષિત પાણીજન્ય રોગચાળો ભરડો લઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળો ડામવા તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી માગણી કરી છે