શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ચૌધરી એકડમી દ્વારા શૈક્ષણિક સેમિનાર અને મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું,જેમાં શહેરા નગર અને તાલુકામાંથી ધોરણ-૧૦ અને ૧૨ તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ચૌધરી એકેડમીના કમલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિડિયો તેમજ મૌખિક વ્યકતવ્ય આપવામાં આવ્યું હતું.