ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ગાંધીધામમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. ઓસ્લો સર્કલ ખાતે નવી પુનઃસ્થાપિત પ્રતિમાને સામાજિક આગેવાનો, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, 'કર્તવ્ય ટીમ ગાંધીધામ', કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મેઘવાળ સમાજ અને ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં દલિત સમુદાય દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.