સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તા, સોસાયટી વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ નિયમિત સાફ-સફાઈ અને કચરા સંકલનની કામગીરી સતત ચાલી રહી છે. આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરી વિસ્તારો તથા મુખ્ય માર્ગો પર આવેલા નાના-મોટા દુકાનદારો અને વેપારીઓને અંદાજે 1500 ડસ્ટબિનનું વિતરણ કરાયું