ચાણસ્મા: ચાણસ્માના એક ગામમાં સુતેલી સગીરાને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કરનાર ઈસમ સામે પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો
Chanasma, Patan | Sep 20, 2025 3:22 3528 ચાણસ્મા પોલીસે એક આરોપી વિરુદ્ધ સગીરા પર જાતીય હુમલો અને સતામણીનો કેસ નોંધ્યો છે.આરોપી પ્રશાંત શ્રીમાળી વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.છ મહિના પહેલા આરોપીએ ચાણસ્માના એક મંદિર નજીક સગીરાનો હાથ પકડી ધમકી આપી હતી. તેણે સગીરા અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ગતરાત્રી દરમ્યાન સગીરા સાથે બળજબરી કરી નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.