વિજયા દશમીની ઉજવણીના ભાગરૂપે પાટણ તાલુકાના રણુજ ગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
Patan City, Patan | Sep 28, 2025
હિન્દુ સમાજમાં વીરતા અને શકિતનું જાગરણ શ્રી વિજ્યાદશમીના પાવન પર્વ પર થાય છે. આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ થઇ ૧૦૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે યુગોથી ચાલી રહેલી હિન્દુ સમાજની પ્રદીર્ઘ યાત્રાનું જ આ વર્તમાન સ્વરૂપ છે.સંઘ શતાબ્દી વર્ષના શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિતે રણુંજ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો