ગોધરા: દરુનિયા ગામે શ્વાનનો આંતક: હડકાયા શ્વાને યુવક અને ગાય પર હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ, વિડ્યો વાયરલ
ગોધરા તાલુકાના દરુનિયા ગામે રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આજે ગામમાં એક હડકાયા શ્વાને ભારે આંતક મચાવ્યો હતો. આ હિંસક શ્વાને ગામના એક યુવક પર ઓચિંતો હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, શ્વાને રસ્તા પર જઈ રહેલી એક ગાયને પણ બચકા ભરી લોહીલુહાણ કરી દીધી હતી.આ ઘટનાને પગલે સમગ્ર દરુનિયા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.