જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર ખાતે બનેલી ઘટનામાં પૂજારી અને પૂર્વ સેવકની ધરપકડ મામલે મહેશ ગીરીબાપુ નું નિવેદન
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિરની મૂર્તિ ખંડિત કરવાના મામલામાં પોલીસએ બે આરોપીઓને ઝડપી લીધા છે. આ અંગે મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આવા લોકોને દત્ત ચોકમાં ઉભા રાખી જોડાં મારો અને એમના મોઢા કાળા કરો. તેમણે કહ્યું કે આવા લોકો સામે જેટલી કડક કાર્યવાહી કરીએ એટલી ઓછી છે. બાપુએ જૂનાગઢ પોલીસ અને તંત્રની કામગીરીને બિરદાવી એસપી અને કલેકટરને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે સાધુ સમાજે આવી ઘટનામાંથી શીખ લેવી જોઈએ