તિલકવાડા: તિલકવાડા નર્મદા નદીના નાના ઓવાળાને સાફ-સફાઈ કરવા માટે ગ્રામજનો તથા પરિક્રમાવાસીઓએ કરી માંગ
દેશ ના ખૂણે ખૂણે થી લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને કેટલાક લોકો વાહન દ્વારા પણ નર્મદા પરિક્રમાં કરતા હોય છે આ પરિક્રમા માર્ગ માં તિલકવાડાનો એકમાત્ર નાના ઓવારા નો ઘાટ બચ્યો છે તેની દુર્દશા જોઈ ગંદકીનું સામ્રાજ્ય જોઈ લોકો નર્મદા સ્નાન કરવા માટે જતા નથી એટલે લોકોની એક જ માંગ છે કે આ ઘાટની સાફ સફાઈ કરિ સુંદર બનાવવામાં આવે જેથી લોકો પૂજન કરી શકે સ્નાન કરી શકે અને દર્શન કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે