મહેમદાવાદ: શ્રીસિદ્ધવિનાયક દેવસ્થાન ખાતે વાલ્મિકીસમાજ દ્વારા નવનિયુક્ત મંત્રીઓશ્રીઓના સન્માન સમારોહ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ખેડા આણંદ જિલ્લાના વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય સ્નેહમિલન સાથે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.સરકારશ્રી દ્વારા સૌ પ્રથમવાર વાલ્મિકી સમાજની દીકરી એવા દર્શનાબેન વાઘેલાને કેબિનેટમંત્રી પદે નિયુક્તી બદલ તેઓનું સન્માનની સાથે નવનિયુક્ત કેબિનેટમંત્રીશ્રી સંજયસિંહ મહિડા તૅમજ મહે. વિધાનસભાના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણનું ફુલહારથી સ્વાગત તૅમજ સાલ ઓઢાડી સૌ મહાનુભાવોનું સન્માન કરાયું. દિવાળી નિમિત્તે સ્નેહમિલન કાર્યકમ યોજાયો.