ગોધરા શહેરના લીલેસરા રોડ પર ઉછીના પૈસા પરત માંગવાના મુદ્દે ઝઘડો થયો હતો. મહેબૂબ ઇબ્રાહિમ મદારાએ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે બે વર્ષ પહેલા સાહિલ નિઝામ બુઢ્ઢાને રૂપિયા આપ્યા હતા. 9 ઓક્ટોબરે પૈસા માંગતા સાહિલ ઉશ્કેરાયો, અપશબ્દો બોલ્યા અને મહેબૂબને ધક્કો મારીને નીચે પાડી દીધા. બાદમાં તેણે ધમકી આપી કે ફરી પૈસા માંગશે તો જાનથી મારી નાખીશ. ઘટનાની ફરિયાદ 15 ઓક્ટોબરે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે નોંધાઈ છે.