નડિયાદ: બસ સ્ટેન્ડ પાસે સીટી બસ બંધ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે જોકે મંગળવારે બપોરે શહેરના મુખ્ય રસ્તા પર બસ સ્ટેન્ડ નજીક સીટી બસ અચાનક ટેકનીકલ ખામી સર્જાતા બંધ પડી ગઈ હતી. જેની પગલી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય રસ્તા પર સીટી બંધ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ, ગણતરીના સમયમાં જ ટેકનીકલ સ્ટાફ દ્વારા આ સીટી બસને હટાવી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો