ઉધનામાં વર્ષ 1998 માં પોલીસ ચોપડે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો.જે ગુહામાં આરોપી આદિક્રદ ઉર્ફે આદિયા પ્રધાન ફરાર હતો.આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં છુપાયો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ ની મળી હતી.સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઓરિસ્સા ખાતે ગઈ હતી.જ્યાંથી આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો.આરોપીની પૂછપરછ માં ઇજાગ્રસ્ત અને તેના વચ્ચે રૂપિયા 200 ની લેતી દેતી મામલે માથાકૂટ થઇ હતી.જેથી સાગરીતો સાથે મળી હુમલો કર્યો હતો.વધુ તપાસ ઉધના પોલીસને હાથ ધરી.