ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ સમાપન સમારોહ યોજાયો
ગુજરાત સહિત દેશના યુવાનોને નવી દિશા તેમજ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આજની આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ મહત્વની સાબિત થશે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપ રૂપે નવી પહેલ શરૂ થઇ છે. આજની કોન્કલેવ એ પૂર્ણાહૂતી નથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યુવાનો માટે સરકારની મદદથી કંઇક નવું કરવાની શરૂઆત છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.