તારીખ 7/12/2025 ના 107 મો પુસ્તક પરબ ગાંધીધામના ગોપાલપુરી ગેટની પાસે યોજાયો હતો જેમાં કુલ 557 પુસ્તકોની આપ લે કરવામાં આવી. આ પુસ્તક પરબમાં 133 પુસ્તકોનું વિતરણ કરાયું અને 424 પુસ્તકો વાચકો દ્વારા પરત આપવામાં આવી હતી અને દાતાઓ દ્વારા પુસ્તક પરબને પુસ્તકો ભેટ આપવામાં આવી હતી.પુસ્તક પરબને સફળ બનાવવા માટે સતીશ મોટા અને સુરેશ લાલવાણી અને પુસ્તક પરબ ટીમના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.