જોડીયા તાલુકાની જામ દુધઈ તાલુકા શાળાના આચાર્ય અમિતભાઇ ભાટિયાની બદલી મોરબી જિલ્લામાં થતા વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિતભાઈ ઘણા સમયથી તાલુકા શાળાના આચાર્ય તરીકે કાર્યરત હતા. તેમના મિલનસાર સ્વભાવ, શાંત પ્રકૃતિ અને વહીવટી કુશળતામાં નિપુણ હતા. પેટા શાળાના તમામ શિક્ષકો સાથે ખૂબ સારી લાગણીથી જોડાઈ ગયેલ હતા. જેમની બદલી થતા આજ વિદાય આપવામાં આવી હતી.