બલેશ્વર ગામના વિવિધ બૂથ પરથી કુલ અંદાજે 1,092 ફોર્મ તાલુકા પંચાયત કચેરીમાં જમા કરાયા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે ફોર્મ ભરનાર 12 વ્યક્તિઓ તે વિસ્તારના રહેવાસી નથી અને તેમના મોબાઈલ નંબર પરથી તેઓ પરપ્રાંતિય હોવાનું જણાયું છે, જે સુનિયોજિત કાવતરાની શંકા ઊભી કરે છે. મામલતદાર પલસાણાએ માત્ર એક ફોર્મ મળ્યું હોવાનું જણાવ્યું છે, જ્યારે બાકીના ફોર્મ તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.