પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામ પાસે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં આજે સાતમો પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ત્રિકમદાસ છાંગાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ કોર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 50 જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓની કોલેજોના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી.