સાણંદ: ગરોડીયામાં વ્યાજખોર બાપ-દીકરાએ રૂ. 15 લાખની સામે રિક્ષાચાલક પાસેથી 2.20 કરોડ આંચકી લીધા
ખોટો હિસાબ બતાવી જમીન વેચાણના 2 કરોડ પણ આંચકી લીધા: સાણંદ : ગરોડીયામાં વ્યાજખોર બાપ-દીકરાએ રૂ. 15 લાખની સામે રિક્ષાચાલક પાસેથી 2.30 કરોડ વસૂલ્યા સાણંદ તાલુકાના ગરોડીયા ગામમાં વ્યાજખોરીની એક અત્યંત ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. માત્ર 15 લાખ રૂપિયાની મુદ્દલ સામે કડક ઉઘરાણી અને ધમકીઓ આપીને એક રિક્ષાચાલક પાસેથી વ્યાજ સહિત કુલ રૂ.2.30 કરોડ જેવી માતબર રકમ પડાવી લેનાર વ્યાજખોર બાપ-દીકરાની જોડી વિરુદ્ધ બોપલ પોલીસ મથકે ગુનો દાખલ