પુણા: અલથાણ માં કચરાના ઢગમાં આગ,ફાયર વિભાગે મેળવ્યો કાબુ
Puna, Surat | Oct 13, 2025 સુરતના અલથાણ રોડ પર રવિવારે મોડી રાત્રે અચાનક કચરાના ઢગમાં મોટી આગ ફાટી નીકળી હતી.આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.સ્થાનિક લોકોનું ભારે ટોળું એકત્ર થઈ ગયું હતું.ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.જ્યાં જોતજોતામાં આગ નારિયેળી ના ઝાડમાં ફેલાઈ જતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.આગનું કારણ અંકબંધ રહ્યું હતું.