પલસાણા: સુરત માનવ સેવા સંઘ છાયડો અને ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત સીફેસ ના સૌજન્ય થી દિવ્યાંગ સહાય કેમ્પ પલસાણા ખાતે યોજાયો
Palsana, Surat | Sep 25, 2025 હાથ પગ કપાયેલા દર્દીઓ માટે કુત્રિમ હાથ પગ, પોલિયો, લકવો, સ્ટ્રોક, સેરેબ્રલ પાલ્સી જેવા ન્યુરોલોજિકલ વિકલાંગ દર્દીઓ માટે ઓર્થોસિસ, ટ્રાઈસિકલ, વ્હીલચેર, બગલ ઘોડી, વોકર, ફોરપોડ સ્ટીક તેમજ કાનની બહેરાશ માટે કાનના સાંભળવાના મશીન તમામ સાધનની વિનામૂલ્યે આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને જરૂરિયાતમંદ 51 દિવ્યાંગોના માપ લઈ તૈયાર થયેલા સાધનો આગામી 14 ઓક્ટોબર નારોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.