પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડને હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે માહિતી મળી હતી કે વર્ષ ૨૦૨૪ ના મહિલા પોલીસ સ્ટેશનના મહિલા અત્યાચારના ગુન્હામાં નાસતો ફરતો ચંચેલાવ ગામનો વિપુલ નાનજી વણઝારા વડોદરા બાજુ મજૂરી કામ કરે છે,જે બાતમીના આધારે આરોપી વિપુલ વણઝારાને વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.