ભાભર: આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજીત સેવા કેમ્પ ભાભરથી મહા આરતી ઉતારી માતાનામઢ જવા માટે રંગેચંગે પ્રસ્તાન કરાયું
આશાપુરા માતાની આરતી કરી તેમજ સહુ કોઈ ભક્તો માતાજી ના ગરબે ઘુમી આ કેમ્પ ને પ્રસ્થાન કરાયુ હતુ. અને તમામ આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સેવા કેમ્પ નખત્રાણા થી 5 કી.મી ખાતે કાર્યરત થશે જ્યાં પગપાળા ચાલતા જતા માઈભક્તો માટે દિન રાત સેવા કરશે જેમા ચા- પાણી- નાસ્તો તેમજ ભોજન પ્રસાદની પણ ઉતમ સેવા આપવામાં આવશે અને સાથે સાથે આરામ કરવાની તેમજ મેડિકલ સેવા પણ પુરી પાડવામાં આવે છે કેમ્પ છેલ્લા 22 વર્ષથી માઇ ભક્તો ની સેવારત છે