વડોદરા દક્ષિણ: દુકાનદારો,હોટલો,લારી પથારા,તથા આડેધડ વાહનો પાર્ક કરનાર ચેતી જજો,પોલિસ અધિકારી એ સેફ્રોન ટાવર થી પ્રતિક્રિયા આપી
જનતાને રોડ ઉપર અવર-જવર કરતાં સમયે કોઈ અગવડતા ન પડે ટ્રાફિક કોઈપણ અવરોધ વગર નિરંતર ચાલ્યા કરે.જંક્શન પર આવેલ સિગ્નલોના કારણે વાહન ચાલકોએ વાહનોને થોભાવવામાં કોઈ તકલીફ ન પડે, ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે અને જંક્શન પર નાના-મોટા અકસ્મતો ન સર્જાય તે હેતુસર વડોદરા શહેર હદ વિસ્તારના તમામ સર્કલ,ત્રણ રસ્તા,ચાર રસ્તા ટ્રાફિક જંકશનની આજુ બાજુ ૩૦ મીટરના અંતર સુધી દૂર વાહનો લારી ગલ્લા રાખવા અંગે નુ જાહેર નામું બહાર પડાયુ હતુ.