માળીયા હાટીના: માળીયા હાટીના આઈ.ટી.આઈ કોલેજ ખાતે તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન
માળીયા હાટીના આઈ.ટી.આઈ કોલેજ ખાતે તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માળિયાના મામલતદાર કે.કે.વાળા સાહેબ ની ઉપસ્થિતિમાં તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભી સાહેબ અને જિલ્લા ટોબેકો સેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કોલેજ ના તાલીમાર્થીઓ દ્વારા તમાકુ મુક્ત અને વ્યસન મુક્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.