વઢવાણ: જિલ્લામાં પાક નુકસાની સહાય ચૂકવવાની શરૂઆત 13 હજાર ખેડૂતોના ખાતામાં કુલ રૂપિયા 51 કરોડ ચૂકવવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન અંગે 14 દિવસમાં કુલ 184000 ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા ત્યારે હાલ સરકાર દ્વારા સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં 13 હજાર ખેડૂતોના ખાતામાં સહાય માટે કુલ રૂપિયા 51 કરોડ ચૂકવવામાં આવ્યા છે.