આજે ગાયત્રી પરિવારની ધર્મજ્યોત સમાન ગાયત્રી શક્તિપીઠ, વાઘજીપુરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. શક્તિપીઠના ૩૦મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે અહીં ભવ્ય મહાયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહી હતી રાજ્ય સભાના સાંસદ ડૉક્ટર જશવંતસિંહ પરમારની. સાંસદએ આ મહાયજ્ઞમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.