સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ. 18.45 કરોડના કુલ 13 વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ કામોના વિગતવાર અંદાજપત્રો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાંથી તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવ્યા બાદ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.