ગોધરા: લાભ પાંચમે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં એકસાથે 62 ટાટા કારનું વેચાણ.
લાભ પાંચમનો પવિત્ર દિવસ વેપારીઓ અને ગ્રાહકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં વસ્તુની ખરીદીને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ત્યારે b"લાભ પાંચમના શુભ દિવસે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ટાટા મોટર્સના ડીલર પાર્થ ટાટા મોટર્સ ખાતે ગ્રાહકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. આ ત્રણ જિલ્લાઓમાંથી એક જ દિવસમાં ટાટા કંપનીની કુલ 62 કારનું વેચાણ થયું છે. આ વેચાણનો આંકડો દર્શાવે છે કે તહેવારોના આ માહોલમાં લોકો નવા વાહનોની ખરીદી તરફ વળ્યા છ