મહેસાણા જિલ્લા એસ.ઓ.જી સ્ટાફનાં માણસો નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતાં.તે દરમિયાન બાતમી મળી હતી કે સરસાવ ગામમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે.જે બાતમીને આધારે SOG ટીમે નંદાસણ પોલીસની મદદથી ભીખાજી વાઘેલા ના ઘરે તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.તેમજ ભેંસો બાંધવાના ઢાળિયામાં જમીનની અંદર દાટેલા પ્લાસ્ટિકના કેરબામાંથી પણ અલગ અલગ પ્રકારની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.નંદાસણ પોલિસે 3 સામે ગુનો નોંધ્યો.