માંગરોળ: વાંકલ ગામે મુખ્ય માર્ગ પર પેટ્રોલ પંપ નજીક બે બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખસેડાયો
Mangrol, Surat | Nov 3, 2025 માંગરોળના વાંકલ ગામે મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે 108 ની મદદ લઈ હોસ્પિટલમાં ખસેડાયો હતો વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતો જયેશભાઈ અમરસિંગ વસાવા જીનોરા ગામથી બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે અન્ય બાઇક ચાલક આકાશભાઈ દિલીપભાઈ વસાવા રહે સેલારપુર સાથે અકસ્માત થયો હતો