મોડાસા: શામળાજી રોડ ઉપર નિર્માણ આધીન સિવિલ હોસ્પિટલ નું નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર
મોડાસા ખાતે નિર્માણાધીન 300 પથારીની જિલ્લા સિવિલ હોસ્પિટલ અને 50 પથારીની જિલ્લા આયુર્વેદ હોસ્પિટલની જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય અધિકારી સાથે કલેકટર એ મુલાકાત લઇને તમામ બાઘકામની કાર્યરત કામગીરીની ચકાસણી કરીને ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી. મોડાસા ખાતે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલ ખાતે મોડ્યુલર ઓપરેશન થિયેટર,ઓ.પી.ડી.વિભાગ,ડાયાલિસિસ વિભાગ અને અન્ય મહત્વની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા.