પુણા: લિંબાયત ગોડાદરા માં સરકારી શાળામાં નોનવેજ પાર્ટી,કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ કરી કાર્યવાહીની માંગ
Puna, Surat | Oct 12, 2025 લિંબાયત ની સરકારી શાળામાં નોનવેજ પાર્ટી થઇ છે.કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ રવિવારે સાંજે ચાર કલાકે આપેલી માહિતી મુજબ,ગેટ ટુ ગેધર દરમ્યાન નોનવેજ પીરસવા માં આવ્યું છે.શાળા એ વિદ્યા નું મંદિર છે.જે માં સરસ્વતીના મંદિરમાં નોનવેજ પીરસાયું છે.શાળાના આચાર્ય દ્વારા આયોજન કરાયું હતું.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 342 અગ્રેજી માધ્યમમાં નોનવેજ પાર્ટી થઇ છે. જ્યાં આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.