પુણા: આગામી નવરાત્રી ને લઈ પોલીસ ભવન ખાતે સુરત પો.કમી ની અધ્યક્ષતામાં નવરાત્રી આયોજકો જોડે બેઠક ચર્ચા
Puna, Surat | Sep 16, 2025 આગામી નવરાત્રી ના પર્વને ધ્યાનમાં લઈ સુરત પો.કમી.અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં અઠવા લાઇન્સ પોલીસ ભવન ખાતે મહત્વની બેઠક ચર્ચા કરવામાં આવી હતી.નવરાત્રીના અલગ અલગ આયોજકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે શહેર પોલીસ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.નવરાત્રીને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તેમજ નવરાત્રિના આયોજન સ્થળોએ એન્ટ્રી-એક્ઝીટ સહિત પાર્કિંગ ની વ્યવસ્થા કરવા અંગેની સૂચના પો.કમી એ આયોજકોને આપી હતી.