છારીઢંઢને ‘રામસર સાઈટ’નો દરજ્જો: વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પાઠવ્યા અભિનંદન કચ્છના નખત્રાણા તાલુકાના છારીઢંઢ વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઈટ’ જાહેર કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પર્યાવરણ મંત્રીઓએ અભિનંદન પાઠવતા પર્યાવરણ સંરક્ષણ અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો ખુલશે તેવી આશા વ્યક્ત કરી છે.વિગતો બાર વાગ્યે મળી હતી