હિંમતનગર: કમોસમી વરસાદનો કહેર: સાબરકાંઠામાં જગતનો તાત નિસહાય! હિંમતનગર-પ્રાંતિજમાં તૈયાર ડાંગરનો પાક ખેતરમાં જ પલળી ગયો
કમોસમી વરસાદનો કહેર: સાબરકાંઠામાં જગતનો તાત નિસહાય! હિંમતનગર-પ્રાંતિજમાં તૈયાર ડાંગરનો પાક ખેતરમાં જ પલળી ગયો સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે જગતના તાતની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ગુરુવારે બપોરથી રાત સુધી વરસેલા ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં ડાંગર (ખરીફ પાક)ની મોટા પાયે ખેતી થાય છે, અને આ વિસ્તારમાં જ વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે.ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલો ડાંગરનો પાક કાપણી કરી દીધો હતો અ