દસાડા તાલુકા વિસ્તારમાં કચ્છીયા મહાદેવ મંદિર પાસે ૧૬ ડિસેમ્બરે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો બજાણા ગામના રહેવાસી આલજીભાઈ મકવાણા (મેરાણી) પોતાની પત્ની સાથે બાઇક પર ખેતરના કામ પતાવી ઘરે પરત ફરતા હતા સાંજે આશરે સાડા ત્રણ વાગ્યે મંદિરના ગેટ પાસે હાઇવે ક્રોસ કરતાં અજાણ્યા વાહનના ચાલકે પાછળથી ટક્કર મારી હતી આલજીભાઈને ગંભીર ઇજા થતાં પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બાબતે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.