કાણોદર અને મગરવાડા મુકામે 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત કરાયું
Palanpur City, Banas Kantha | Oct 7, 2025
કાણોદર અને મગરવાડા મુકામે 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત કરાયું. બનાસકાંઠા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી 'વિકાસ રથ' પરિભ્રમણ કરશે. ત્યારે પ્રથમ દિવસે ૦૭ ઓક્ટોબરના રોજ પાલનપુર ખાતેથી શરૂ થયેલ વિકાસ રથ આજે કાણોદર અને મગરવાડા ખાતે પહોંચ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની ઉપસ્થિતિમાં કાણોદર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ અંગે આજે મંગળવારે સાંજે સવા સાત કાળકે મળી છે.