રાપર: રાપરમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
Rapar, Kutch | Nov 22, 2025 સમાજના પ્રમુખ વિનોદ સોની અને સૌ આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ શબ્દોથી આવકાર ઉપપ્રમુખ ધર્મેન્દ્ર સોનીએ આપ્યો હતો. ઉમેશ સોનીએ એકતા પરભાર મુક્યો હતો. ભચાઉ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ કારકિર્દી ઘડતર માટે જણાવ્યું હતું. પ્રિન્સીપલ સીવીલ જજ અમીત પાટડીયાએ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા અનુરોધ કર્યો હતો.