હળવદ: રાજ્ય સરકારમાં મંત્રી બન્યા બાદ મોરબીના ધારાસભ્ય પ્રથમ વખત હળવદ પહોંચ્યા ભવ્ય સ્વાગત કરાયું
Halvad, Morbi | Oct 21, 2025 મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની તાજેતરમાં રાજ્ય સરકારમાં મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હોય, તે બાદ તેઓ સોમવારે પ્રથમ વખત હળવદ ખાતે પહોંચતા તેમનું હળવદ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના ભાજપ આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.