મહુવા: ડુંડાસ ગામે પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર હુમલો, ત્રણ આરોપીઓ સામે ફરિયાદ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામ નજીક પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ડુંડાસ ગામના બટુકભાઈ ગીરધરભાઈ ભાલીયાએ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, નરેશભાઈ કાળુભાઈ શિયાળ, જગાભાઈ કાળુભાઈ શિયાળ અને દિલીપભાઈ નરેશભાઈ શિયાળ સામે હુમલાનો ગુનો નોંધાયો છે. ફરિયાદ અનુસાર, ગામની યુવતી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો, જેની જાણ યુવતીના પરિવારને થતાં અગાઉ ઠપકો આપવામાં આવ્યો હતો.