લાખણી: જ્યોતિષ પીઠના સચિવ અને દ્વારકા પીઠના પ્રવક્તા તરીકે નિયુક્ત થયેલ કિશોરભાઈ શાસ્ત્રીનો અભિવાદન સમારોહ જસરા ખાતે યોજાયો
જ્યોતિષ પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લખણીના જસરા ગામના વતની,વિદ્વાન કથાકાર, ધર્માંનુંરાગી પૂજ્ય કિશોરજી શાસ્ત્રીની સચિવ તરીકે વરણી કરી છે જ્યારે દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પૂજય કિશોરજી શાસ્ત્રીની શારદામઠના પ્રવક્તા તરીકે વરણી કરી છે ત્યારે લાખણી ના જસરા ખાતે તેઓનો અભિવાદન કાર્યકર્મ યોજાયો હતો જે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા